જીવન
તમે કદાચ કલ્પના પણ ન કરી હોય તેવી આ અદભુત કલ્પના છે
તમે ક્યારે વિચાયુઁ નહીં હોઇ કે ભગવાનને ત્યાં પણ એક સરકારી બોડી કામ કરતી હશે કારણ કે બાકી તેઓ કઇ રીતે આખો વહીવટ ચલાવતાં હશે. તે લોકોને તો કેટલી ફાઇલો ચલાવાની રોજ જેટલા વ્યક્તિ જન્મે તે પહેલા તેની ફાઇલ ચાલુ કરવાની અને જે મરે તેની ફાઇલ બંધ કરવાની
આ ફાઇલ ની કુલ સંખ્યા તો તારા જેટલી છે તો ભગવાન આ વહીવટ કઇ રીતે ચલાવતાં હશે. પણ દિલ્હીમાં છે તેમજ સરકારી કચેરીઓ હશે ત્યાં પણ આપણી સરકાર જેમ અલગ અલગ ખાતાઓ હશે અને ખાતા હોય તો પ્રધાન પણ હશે આવી જ વાત માર મનના ખુણામાં ઉભી થઇ છે જેથી આ વાત લખવાની મારી કલમની શરુવાત થઇ છે.
હવે આપણે ભગવાનની સરકાર વિશે વાત કરીએ
અહીંયાં ફાઇલ એટલે માણસ સમજવું.
બ્રહ્મા
આ પદ રાષ્ટ્રપતિ પદ છે તેમનુ ભવન અલગ છે તેઓનુ કામ ફાઇલ નવી ફાઇલ તૈયાર થાય તેમા સહી કરવાનુ છે અને જુની ફાઇલ અંગે જરૂરી નિકાલની સૂચના આપવાનું છે. તેમનુ કામ ફકત સહી કરવાનું નથી ફાઇલમાં કોઇ ખોટી નોંધ હોઇતો ફાઇલ પાછી પણ મોકલી શકે છે.
ઉપરની સરકારના ત્રણ મુખ્ય વિભાગ છે. બુધ્ધિ, બળ તથા જાતિ લગભગ બધીજ ફાઇલો અહીં જ તૈયાર થાય છે. અહીં પણ રજાઓ હડતાલ વિગેરે આપણા જેવું જ છે. કારણ કે આપણે થોડી ફાઇલમાં થાકી જઇએ છીએ ત્યારે ઉપરતો લાખો ફાઇલોનો વહીવટ છે. આથી થાક કંટાળો વધુ પ્રમાણમાં છે. ઉપરોતો નવી ફાઇલ બનાવાની તથા જુની ફાઇલના નોંધો સુધારી નવી ફાઇલ બનાવવી. જે કામ ખુબજ મુશ્કેલ તથા અઘરુ છે.
બુધ્ધિ, બળ તથા જાતિ આ ત્રણ મુખ્ય વિભાગ છે. આ વિભાગમાં મુખ્ય વિભાગ નીચે ઘણા વિભાગો આવેલા છે.
બુધ્ધિ :-
આ વિભાગની તમામ ફાઇલ ચકાસીને નોંધ મારવાનું કામ શ્રી
ક્રુષ્ણ ભગવાન તથા રામ ભગવાનનું છે. આ બન્ને વારાફરતી ડેપ્યુટેશન આપવામાં આવેલ. આથી દુનિયામાં બધાજ સારા કે બધાજ ખરાબ માણસોનો જન્મ ન થાય
રામ જ્યારે ફાઇલ ચલાવે ત્યારે સારા મયાદાઁ વાળા માણસો જન્મે જે આપણી આસપાસ જોવા મળે છે. તેમજ ક્રુષ્ણ ભગવાન જ્યારે ફાઇલ ચલાવે ત્યારે બધીજ જાતના માણસો જન્મે છે. લુચ્ચા દંભી કપટી તથા સારા માણસો આથી દુનિયા બૅલેન્સ રહે છે. આમાં લાગવગ ચાલે છે સારી નોંધ મરાવવા અહીં પૈસાની જરૂરત નથી કે સિફારીસની જરૂરત નથી. અહીં લાગવગનુ માપ ભકિતનુ પ્રમાણ છે રામ ભકત હોઇતો તેની લાગવગ રામના કારકુન અને ક્રુષ્ણ ભકત હોયતો ક્રુષ્ણના કારકુન. આ કારકુન તમે ચાલુ જીવનમાં કેવી ભકિત કરી છે તેની ઉપરથી નક્કિ થાય અને તે પ્રમાણે તમારી ફાઇલમાં સારી કે ખરાબ નોંધ કરવામાં આવે છે.
જાતી
હવે અગત્યની નોંધ જાતિ માણસની જાતિ જે માણસના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ખાતું કામદેવ તથા રતિને સોંપવામાં આવેલ છે
આમાં પણ આઠ દિવસની કામગીરી જ્યારે કામદેવ નોકરી પર હોય ત્યારે છોકરાનો જન્મ અને રતિ નોકરી ઉપર હોય ત્યારે છોકરીનો જન્મ અને બન્ને રજા ઉપર હોય તો કોણ જન્મે તે તમારે વિચારવાનું
ઉપર પંણ આપણી જેમ રજાઓ તથા હડતાલ વગેરે પડે છે અને ત્યાં પણ કમઁચારી અચાનક રજા પર ઉતરી જાય છે. આથી બીજા કમઁચારીને પ્રતિનિયુકતી આપવી પડે છે. અને જેને કારણે મેઇન સાહેબ રજા ઉપર હોય ત્યારે નીચેના માણસ ફાઇલ ચલાવે છે જેના કારણે વિચિત્ર માણસોના જન્મ થાય છે.
કામદેવ અને રતિ આખરે તો પતી અને પત્ની હોવાના કારણે મત ભેદ તો થવાના જેના કારણે ઘણી બધી ફાઇલોમાં ખોટી નોંધ મારી દે જે મારા માનવા પ્રમાણે ભગવાન પણ થાકી તો જતાં હશે.
બળ (તાકાત)
આપણી આ ફાઇલ શંકર ભગવાન ચલાવે છે જેમની નોંધથી આપણને બળ અને તાકાત પ્રાપ્ત થાય છે. આ મંત્રાલય એકદમ અલગ છે કોઇ જાતની વ્યવસ્થા નથી શંકર ભગવાન ફરવાના શોખીન હોય તેમની જગ્યાએ નોંધ કોઇ બીજું મારે છે આથી જ દુનિયામાં દાઉદ જેવા માણસો પેદા થાય છે
ક્યારેક નંદી પણ ફાઇલ ચલાવે જેના કારણે બળદ જેવા માણસો પેદા થાય છે. ક્યારેક શંકર ભગવાનના દાનવ ફાઇલ ચલાવે છે જેના કારણે દાનવ જેવા માણસો પેદા થાય છે. આપણી આજુબાજુ ઘણા વિચિત્ર માણસો જોવા મળે છે. જેનું કારણ આવી નોંધો છે.
અહીં દરેક માણસની ફાઇલની નોંધો સતત બદલતી રહે છે. અમુક નોંધો કાયમી હોય છે જેમાં આખી જીંદગી દરમ્યાન કોઇજ ફેરફાર થતા નથી
બાકી જીવનમાં આપણે કરેલ કામો અનુસાર નોંધમાં ફેરફાર થતા રહેતા હોય છે.
જુની ફાઇલો ભેગી કરવાનું કામ ચિત્રગુપ્તનું મંત્રાલય કરે છે તેનુ કામ સમયસરનું છે. તેની એક વાર નોંધ વાગે એટલે ફાઇલ થોડા સમય માટે બંધ થાય છે.
ચિત્રગુપ્ત ના માણસની કામગીરી એટલી તાત્કાલિક છે કે નોંધ મરાયાની બીજી સેકન્ડ આપણી ફાઇલ બંધ થાય છે.
એક વાર ફાઇલ બંધ થાય કે તરતજ નવી ફાઇલ શરુ થાય જેમા આગલી ફાઇલમાં જેટલી ખોટી અથવા ખરાબ નોંધ હોય તેવી બધી જ નોંધો બ્રહ્માને પરત કરવામાં આવે છે અને બ્રહ્મા નકિક કરે કે ફાઇલને કયાં મોક્લવી તે પ્રમાણે નવી ફાઇલ તૈયાર થાય.
અમુક ફાઇલ એક એવી જ્ગ્યાએ જાય કે જયાં એક પાગલ ખાતાની ઓફીસ આવેલી છે જે ઓફીસ બીજી ઓફીસોથી અલગ આવેલી છે અહીયાં ફાઇલોને પાગલ લોકો નોંધ મારે છે અને આ ફાઇલ બ્રહ્મા જોયા વગર સહી કરે છે. આ ફાઇલ માં કોઇ ભગવાન રસ લેતા નથી કારણકે આ ફાઇલમાં નોંધો એટ્લી વિચિત્ર હોય છે કે કાંઇજ ખબર પડ્તી નથી આ ફાઇલ બધાજ ખાતા માંથી વગર નોંધે જ પાછી ફરે છે. પાગલોના સરદાર એમાં નોંધ ટપકાવે છે. કારણ કે બધાજ ભગવાને આ ફાઇલો માંથી હાથ ધોઇ નાખ્યા પછી આ ફાઇલ તૈયાર થાય છે. આ ફાઇલ રાષ્ટ્રપતિ બ્રહ્મા પણ ફાઇલ વાચ્યાં વગર જ સહી કરી ફાઇલ પાસ કરે છે.આ ફાઇલ એટ્લે આપણા રાજનેતાઓની છે. આ લોકો નીચેતો ફાઇલ બગાડે છે પણ ઉપર પણ સીધા રહેતા નથી.
Tuesday, 22 December 2009
Subscribe to:
Posts (Atom)